Saturday, 3 March 2012

અસીમ આકાશ - ૧

.
"હવે પછીનો  "લોંગ સર્વિસ અવોર્ડઆપવામાં આવે છે સીમા જોશીને."

સીમા ઉઠીને  ધીરે ધીરે શર્માજી ઉભા હતા ત્યાં ગઈ. શર્માજીએ એને એક સર્ટીફીકેટ અને ૧૦ ગ્રામ સોનાનો સિક્કો આપ્યો. બન્ને વસ્તુઓ હાથમાં લેતા સીમાના  હાથ ધ્રુજી રહ્યા હતા.

"સીમા પ્રસંગે કૈક કહેશે." શર્માજીએ હસીને સીમા તરફ જોયું અને સીમાએ સામે બેઠેલા સહકર્મીઓ પર એક નજર નાખી.

"ધન્યવાદ. આભાર. આજે સ્વીકારતા હું ખુબ આનંદની લાગણી અનુભવું છું. ૧૫ વર્ષ પહેલા જયારે મેં કંપનીમાં કામ શરુ કર્યું ત્યારે મને પોતાનેય ખ્યાલ હતો કે કંપનીની સાથે હું પણ આટલી પ્રગતિ કરીશ. આજે પ્રસંગે હું શર્માસાહેબનો આભાર માનવાની તક ઝડપી લઉં છું. આજે હું જે છું તે એમણે મારામાં રાખેલ વિશ્વાસનું ફળ છે. અને કંપનીની સાથે કંપનીના લોકો પણ આગળ વધે એવા સાહેબના અભિગમનું ફળ છે. કંપનીનો એક એક દિવસ મારા માટે અવિસ્મરણીય છે. બીજું શું કહું? ફરી એકવાર ખુબ ખુબ આભાર."

.
ગાડી ઢોળાવ ચઢી રહી હતી અને સીમા રસ્તાના વળાંક અને ચઢાવ ઉતાર જોતાં વિચારી રહી હતી કે જીવનમાં પણ કેટલા વળાંક, ચઢાવ, ઉતાર આવ્યા છે. એને દિવસ યાદ આવ્યો જયારે એના પિતાજી એને માટે એના ઉજ્જવલ ભવિષ્યની જાદુઈ ચાવી લઇ આવ્યા હતા. ત્યારે કોઈએ ક્યાં વિચાર્યું હતું કે એક પગલું એનું ભવિષ્ય બદલી નાખશે?

.
સવારે સીમા રસોડામાં મમ્મીને મદદ કરી રહી હતી. કૉલેજ શરુ થવાને હજી ૧૦ - ૧૫ દિવસ બાકી હતા. અમૃતલાલ બહાર છાપું વાંચી રહ્યા હતા.

અમૃતલાલ સરકારી નોકરીમાં હતા. રીટાયર થવાને હજી - વર્ષ બાકી હતા. જીવનમાં કશી મહત્વાકાંક્ષા નહિ. સુખેથી પત્ની અને બાળકો સાથે રહેવું. ૧૧ થી નોકરી કરાવી. ક્યારેય મફતનો પૈસો લેવો નહિ અને કામચોરી કરાવી નહિ.
મોટીના લગ્ન લેવાઈ ગયાં હતાં. વચલો કૉલેજ પૂરી કરી એમની જેમજ સરકારી નોકરીમાં લાગી ગયો હતો. - વર્ષ પછી એના પણ લગ્ન લેવાના હતાં.

સીમા સૌથી નાની. અમૃતલાલની લાડકી. કૉલેજ માટે નજીકના ગામમાં  એડમિશન લેવાઈ ગયું હતું. સીમા પહેલેથી ભણવામાં હોશિયાર અને  મહેનતુ. નાની હતી એટલે ખુબ જીદ્દી. એની જીદ આગળ કોઈનું ચાલે નહિ જયાબેન  હમેશા  અમૃતલાલને  કહેતા  કે દીકરીને આટલા લાડ લડાવો નહિકાલે સાસરે જશે તો ભારે પડશે. પણ સીમાએ કદી માં બાપ ને નીચા જોવું પડે એવું કશું કર્યું હતું એથી અમૃતલાલ સીમાની બધી વાતો માની લેતા હતા.

દિવસે અમૃતલાલે છાપામાં ગામમાં નવા ખુલેલા  કૉમ્પ્યુટર ક્લાસ ની જાહેર ખબર જોઈવર્ષના ૨૦૦૦૦ રૂપિયા ફીસ હતી.વહેલો તે પહેલો ના ધોરણે પહેલા ૧૫ લોકોને ૫૦૦૦ ની છૂટ હતી. ખુબ વિચાર કાર્ય પછી એમણે સીમાને  જાહેરખબર બતાવી.
"સીમા  જો તારા ભવિષ્ય માટેની જાદુઈ ચાવી."  

કૉમ્પ્યુટર  ક્લાસ ની જાહેરખબર જોઈ સીમાની આંખો પહોળી થઇ ગઈ. અવિશ્વાસભરી નજરે સીમા અમૃતલાલ તરફ જોઈ રહી. એની સાથે ભણતી - છોકરીઓ ક્લાસમાં જવા વિષે વિચારી રહી હતી. સીમાની પણ ઈચ્છા હતી પણ આટલી બધી ફીસ જોઈ એણે કડી વિચાર્યું હતું કે કદી ક્લાસમાં જઈ શકશે.

અમૃતલાલે વિચાર્યું કે પહેલાના જમાનામાં છોકરીઓ ટાઈપ અને શોર્ટહેન્ડ શીખતી હતી, હવે નવા જમાના પ્રમાણે જો સીમા કોમ્પ્યુટર શીખે તો એને માટે સારું ઘર શોધવામાં આસાની રહે.

 

.
“મમ્મી મારી સાથે ક્લાસમાં એક જણ  ભણે છે. વિકાસ નામ છે, એને એક દિવસ તમને મળવું છે.” સીમાએ એક દિવસ જયાબેન સામે વાત મૂકી અને જયાબેન સીમાસામે જોઈ રહ્યાં. એમણે સીમાને પૂછ્યું, “સીમા, તારી શું ઈચ્છા છે? ઘરે આવવાની વાત કરે છે ને? કોણ છે કેવો છે, ઘર કેવું છે ?”
વિકાસ સીમાની સાથે ક્લાસ માં હતો. સીમા કરતા વર્ષ મોટો હતો અને એક ખાનગી કંપનીમાં કામે હતો. નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે પણ કોમ્પ્યુટર શીખી રહ્યો હતો. એક દિવસ વિકાસ એના માતા-પિતા સાથે સીમાને ઘરે આવ્યો અને કોલેજ પતે એટલે બધાની સહમતીથી સીમા અને વિકાસના લગ્ન લેવાઈ ગયા

 


.

સીમા સાસરે આવી અને લાડકી દીકરીમાંથી લાડકી, કહ્યાગરી, કામગરી વહુ બની ગઈ. આખો દિવસ ઘરના કામમાં નીકળી જતો હતો. વિકાસના મમ્મી સુધાબેન ઘરે ફોલ-સ્ટીચ નું કામ કરતાં હતાં . સીમા પણ ધીરે ધીરે કામ શીખી ગઈ અને સુધાબેનને મદદ કરવા લાગી હતી.

પણ ક્યાંક એને કંઇક ખૂટતું હોય એવું લાગતું હતું. આખો દિવસ ઘરના કામ, ફોલ-સ્ટીચ કરી કંટાળી જતી હતી. સુધાબેને અત્યારસુધી ઘરનું કામ એકલે હાથે સાંભળ્યું હતું પણ પૈસાનો બધો વ્યવહાર પૂર્ણપણે એમના પતિનાવિનુંભાઈના હાથમાં હોય. શાક લેવા જવું હોય તો પણ પૈસા વિનુભાઈ પાસેથી લઇ એનો હિસાબ આપવો પડતો હતો.

સાસરે આવ્યા પછી સીમાએ કદી કોઈ વસ્તુ એની પસંદથી ખરીદી હતી. જયારે કોઈ વસ્તુની જરૂર પડે, વિકાસ લાવી દે. પસંદ વિકાસ ની હોય અને વસ્તુ ક્યારે લાવવી પણ વિકાસ નક્કી કરે. ઘણીવાર સીમા વિકાસને કહેતી કે એના માટેની વસ્તુઓ લેવા તો વિકાસ એને સાથે લઇ જાય, એની પસંદથી વસ્તુઓ લેવા દે ! પણ વિકાસનો વળતો પ્રશ્ન હોય, “ હું લાવું છું તને ગમતું નથી? બજારમાંથી સૌથી સારી વસ્તુ તારે માટે લાવું છું. અને તારે જે પહેરવું ઓઢવું હોય મારે માટેજ ને?”

સીમા કદી કશું કહી ન        શકતી. વધારે વિવાદ કરવા જાય તો વિકાસ વાત તોડી નાખે. સીમા સમજી ગઈ હતી કે અહીં દરેક વાતની એક સીમા છે. સીમા જ્યાં સુધી ના ઓળંગાય ત્યાં સુધી ઘરમાં શાંતિ છે. પણ સીમા ઓળંગાઈ ગઈ તો અજંપો, અણગમો, અશાંતિ!

.

એક દિવસ વિકાસ ઘરે આવ્યો ત્યારે ખુબ અસ્વસ્થ હતો. કશુંય બોલ્યા વગર ઝૂલા પર બેઠો હતો. નાનકડી શ્વેતા તરફ પણ એનું ધ્યાન હતું. જમતી વખતે એનું ધ્યાન બીજે હતું.
ઘણું પૂછ્યા પછી વિકાસે સીમાને એના અજંપાનું કારણ જણાવ્યું.
જે મિલ માં કામ કરતો હતો ત્યાં કોઈ કારણસર કામગારોનો ઝગડો થયો હતો. વાતાવરણ ખુબ તંગ થઇ ગયું હતું અને કદાચ હડતાલ પડે એવી શક્યતા હતી.

ઘણા દિવસોથી ચાલુ હતું પણ આજે કૈક ગંભીર ઘટના બની હતી અને હવે જો એનો ઉકેલ નહિ નીકળે તો મિલ માં તાળાબંદી થશે એવું જણાઈ રહ્યું હતું.

વિનુભાઈ નિવૃત્ત થઇ ગયા હતાં અને ઘરની બધી જવાબદારી એકલા વિકાસ પર હતી. જો નોકરી જતી રહે તો ઘર કેમ ચલાવવું?

વિકાસ ચિંતામાં હતો.

.
આજે વિકાસ જલદી ઘરે આવ્યો હતો.  સીમા અને વિદ્યાબેન બંને વિચારમાં પડી ગયાં. વિકાસે સમાચાર આપ્યા કે એની મિલ માં તાળાબંદી થઇ ગઈ છે. એને અને એનાજેવા ઘણા લોકોને માલિકોએ દરખાસ્ત કરી હતી કે જો લોકો રાજીનામું લખી આપે તો એમના બાકી નીકળતા પૈસા તરત અપાશે. રાજીનામું નહિ આપનાર લોકોનું ભવિષ્ય અનિશ્ચિત હતું.

વિકાસે રાજીનામું લખી દીધું હતું.

No comments:

Post a Comment

Followers